Monday, June 17, 2013

આંખ ઝબૂકે !




કેવી એની આંખ ઝબૂકે,
વાદળમાંથી વીજ ઝબૂકે,
જોટે ઊગી બીજ ઝબૂકે,
જાણે બે અંગાર ઝબૂકે,
હીરાના શણગાર ઝબૂકે,
જોગંદરની ઝાળ ઝબૂકે,
વીર તણી ઝંઝાળ ઝબૂકે,
ટમટમતી બે જ્યોત ઝબૂકે,
સામે ઊભું મોત ઝબૂકે !!!!!

No comments:

Post a Comment